લોકસભા ૨૦૧૯ માટે કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર (મેનીફેસ્ટો) : 05-04-2019
લોકસભા ૨૦૧૯ માટે કોંગ્રેસ ચૂંટણી ઘોષણાપત્ર (મેનીફેસ્ટો) અંગે અમદાવાદ, રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહા સચિવ અને ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારીશ્રી રાજીવ સાતવ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાને આપેલા વચનને પરિપૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ હોય છે. લોકસભા-૨૦૦૪ થી ૨૦૧૪ સુધી દેશના ૨૫ ટકા ગરીબ ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણનો મૂળભૂત અધિકાર, અન્નસુરક્ષા અધિકાર, જંગલની જમીનનો અધિકાર, રોજગાર અધિકાર (મનરેગા), માહિતી અધિકાર સહિત હક્ક-અધિકાર આપ્યા અને દેશના કરોડો નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સફળતા મળી. ત્યારે લોકતંત્રના મહાપર્વમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ જે વચનો આપેલ છે તે ૨૦૧૯માં સરકાર બનતાની સાથે જ તેના અમલીકરણની શરૂઆત થશે. પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ જે વચનો કોંગ્રેસ પક્ષે આપ્યા હતા તેનો અમલ કરીને ખેડૂતોના દેવા માફીની તાત્કાલિક અમલવારી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો