લોકસભા-૨૦૧૯ ની ઉમેદવારીપત્રક : 04-04-2019
લોકસભા-૨૦૧૯ ની ઉમેદવારીપત્રક ભરવાના અંતિમ દિવસ તા.૦૪/૦૪/૨૦૧૯ ના રોજ કચ્છ, પાટણ, ગાંધીનગર, જામનગર, અમદાવાદ પૂર્વ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર, સુરત, ભરૂચ, દાહોદ અને ખેડાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રી સમક્ષ ઉમેદવારીપત્રક રજુ કર્યું હતું. ૨૬ લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને સ્થાનિક મતદારોને સાથે રાખીને ઉમેદવારીપત્રક રજુ કર્યું હતું. કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવારોનું સ્થાનિક મતદાતાઓએ ભારે સ્વાગત કરી રહ્યા છે. ચાર વિધાનસભાની પેટા ચૂંટણી ઉંઝા, ધ્રાંગધ્રા, જામનગર ગ્રામ્ય અને માણાવદરના કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ આજ રોજ સ્થાનિક ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારીપત્રક રજુ કર્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો