લોકસભાની ચૂંટણીમાં મોટી મોટી વાતો, ટેકાના ભાવ પૂરતા મળશે અને ખેડૂતો અચ્છે દિન આવશે તેવી ઝુમલા વાણી કરનાર : 04-07-2018
લોકસભાની ચૂંટણીમાં મોટી મોટી વાતો કરીને ખેડૂતોને ન્યાય મળશે, ટેકાના ભાવ પૂરતા મળશે અને ખેડૂતો અચ્છે દિન આવશે તેવી ઝુમલા વાણી કરનાર કેન્દ્રની મોદી સરકારે ચાર ચાર વર્ષ સુધી ખેડૂતોને સતત અન્યાય કર્યો અને અનેક ખેડૂત વિરોધી નિર્ણયો કર્યા ત્યારે ચારેય બાજુથી ઘેરાયેલી અને તમામ મોરચે નિષ્ફળ નીવડેલ મોદી સરકારે અચાનક ખેડૂતોને આંકડાની માયાજાળ સાથે કરેલી જાહેરાત હકીકતમાં ચૂંટણીલક્ષી હોવાનું પત્રકારો સાથે વાતચીતમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ચાર ચાર વર્ષ સુધી ખેડૂતોને સતત અન્યાય કરવામાં આવ્યો, ખેડૂતોને ખેત પેદાશોના ટેકાના ભાવ મળે, ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બહાર લાવવા માટે દેવામાફી માટે કોંગ્રેસ પક્ષે માંગ કરી પણ કેન્દ્રની મોદી સરકારે કરોડો રૂપિયાની દેવામાફી તેમના સાથી ઉદ્યોગપતિઓની કરી પણ ખેડૂતોને ન્યાય ન આપ્યો. આજરોજ કેન્દ્રીય કેબીનેટ જાહેર કરેલ ટેકાના ભાવ આંકડાની માયાજાળ છે. ખેડૂતો સાથે છેતરપીંડી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો