લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા શ્રી અમીત ચાવડા : 22-05-2019
લોકસભાની ચૂંટણીનાં પરિણામો અંગે પત્રકાર સાથે વાતચીત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાએ આપેલા ચુકાદાને અમે સ્વીકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા સામ, દામ દંડ ભેદની નીતિ હોય તેમ છતાં પણ કોંગ્રેસ પક્ષનો કાર્યકર મજબૂતાઈથી લડ્યા છે લોકસભાની ચૂંટણીના પરિણામો અપેક્ષાથી તદ્દન વિપરીત પરિણામ છે. ગુજરાતની જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે એનો સ્વીકાર કરીએ છીએ. કોંગ્રેસ પક્ષનાં સન્માનીય અધ્યક્ષશ્રી રાહુલજીના નેતૃત્વમાં ફરી ગુજરાતના પ્રશ્નોને વાચા આપવાનું કામ ચાલુ રાખીશું. ચૂંટણીમાં ક્યાંય પણ ઉણપ રહી ગઈ હશે એનો અભ્યાસ કરી ચિંતન કરી મજબૂત સંગઠન બનાવવામાં કામે લાગી જઈશું. સાથે સાથે પ્રજાના પાયાના પ્રશ્નો જેવા કે બેરોજગારી,ખેડૂતોના પ્રશ્નો , મોંઘવારી, ભ્રષ્ટાચાર એ તમામ પ્રશ્નોને લઇ પ્રજાની સુખાકારી માટે સતત લડત આપવા માટે રણનીતિ પુનઃઘડતર કરીશું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો