લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફીની માંગ સાથે રાજ્યવ્યાપી જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન
- ગુજરાતના ખેડૂતોનો એક જ નારો, ખેડૂતોના દેવા માફ કરો નહીં તો ભાજપને જડમૂળથી સાફ કરો
- લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દરેક જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલન શરૂ
- કેન્દ્રની યુપીએ ની ડૉ. મનમોહનસિંહની સરકારે ખેડૂતોના ૭૧૦૦૦ કરોડ રૂપિયાના જંગી દેવા માફ કરવાનો ભગીરથ નિર્ણય ખેડૂતોના હિતમાં લીધો હતો
“લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે કોંગ્રેસ પક્ષના રાજ્યવ્યાપી દરેક જીલ્લા મથકે ૨૪ કલાકના ઉપવાસ આંદોલનના ભાગરૂપે આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતપુત્ર નવજુવાને ૧૪-૧૪ દિવસ સુધી ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદારોને અનામતની માગણી સાથે ઉપવાસ આંદોલન કરવા પડે તેવી કટોકટીભરી સ્થિતિ આજે ભાજપ સરકારના રાજમાં પ્રવર્તી રહી છે. સરકાર ૧૪ દિવસ સુધી ખબર પૂછવા પણ ન જાય. સત્તાના મદમાં રાચતી ભાજપ સરકાર આવી સ્થિતિ શું કામ પેદા કરે છે ? સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરવા માટે, સામાન્ય માણસની વેદનાને વાચા આપવા માટે કોઈપણ વ્યક્તિ, વર્ગ કે સમૂહ આંદોલન કરશે તો તેમાં સંપૂર્ણ સહયોગ કોંગ્રસ પક્ષ હંમેશા આપે છે અને આપતો રહેશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો