લોકશાહી કોઈની ઈચ્છાઓથી કે મરજીથી ચાલતું નથી : સોનિયા ગાંધી

પીએમ મોદીના આ પ્રહાર પર પલટવાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીને જે કહેવું હોય તે કહેવા દો. સંસદમાં વિપક્ષ દ્વારા સતત ઊભા કરાઇ રહેલા અવરોધ પર પ્રહાર કરતાં ગુરૂવારે પીએમ મોદીએ જણાવ્યું હતું કે લોકતંત્ર કોઇની મનની ઇચ્છાઓ અને કલ્પનાઓથી ચાલતું નથી. સંસદના બંને ગૃહોમાં વિપક્ષ દ્વારા ચાલી રહેલી ધાંધલ પર મોદીએ જણાવ્યું હતું કે, જીએસટી ખરડા જેવાં ઘણા ગરીબલક્ષી પગલાં સંસદમાં અટવાઇ ગયાં છે. તમે છેલ્લા કેટલાંક દિવસથી જોઇ રહ્યાં છો કે નિયમિત રીતે સંસદની કાર્યવાહી ખોરવી નંખાય છે. વિપક્ષ એમ માને છે કે, મારી મરજી. અમે અમારા મનમાં આવશે તેમ કરીશું. શું આ રીતે દેશ ચાલે છે? લોકતંત્ર મનમંત્રથી ચાલતું નથી.

દરમિયાન નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જેલમાં જવાની પણ તૈયારી કરી ચૂક્યાં છે. રાહુલ ગાંધીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે તામિલનાડુથી દિલ્હી પરત ફર્યા બાદ બુધવારે રાહુલ ગાંધીએ તેમના કોર ગ્રૂુપની બેઠક બોલાવી હતી.જેમાં તેમણે પાર્ટીના સભ્ય અને એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને સોનિયા ગાંધી અને મોતીલાલ વોરા માટે જામીનના બોન્ડ તૈયાર કરવા સૂચના આપી હતી. સિંઘવીએ રાહુલને તેમના જામીન અંગે સવાલ કર્યો તો તેમણે ઇનકાર કરી દીધો હતો.

http://www.sandesh.com/article.aspx?newsid=3196543