લોકદરબાર : 25-05-2016
રાજ્યની ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નાગરિકોની સતત અવગણના કરે છે હક્ક અને અધિકાર છીનવી રહી છે ત્યારે પ્રજાકીય પ્રશ્નોને સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજીત લોકદરબાર અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પીવાના પાણીની અસહ્ય તંગી, સિંચાઈના પાણી અને ટેકાના ભાવો માટે ખેડૂતો પરેશાન, કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ, મોંઘુ શિક્ષણ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કથળી ગયેલ આરોગ્ય સેવા, મહિલા સુરક્ષા, દલિત, આદિવાસી, લઘુમતિ પર અત્યાચાર સહિતના મુદ્દાઓમાં ભાજપ સરકારની મોટા પાયે નિષ્ફળતાઓ-બેજવાબદારપણાની સામે નાગરિકોની સમસ્યા, પરેશાની સાંભળવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં લોકદરબારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા સહિતના આગેવાનશ્રીઓની ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવેલ છે. કોંગ્રેસ દ્વારા તા. ૯-૦૫-૨૦૧૬ થી ખેડા જિલ્લા કપડવંજ ઉત્કંઠેશ્વર મહાદેવથી શરૂ થયેલ લોકદરબાર તા. ૧૬-૫-૨૦૧૬ ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતે સફળ લોકદરબારનું આયોજન થયું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા અને તેમને મોંઘુ શિક્ષણ, આરોગ્યની પડી ભાંગેલ સ્થિતિ, ગુંડાગીરી, કાયદો વ્યવસ્થા, મોંઘવારી, રોજગાર, પીવાનું પાણી, ખેડૂતોની અવદશા સહિતના પ્રશ્નો અંગે વિસ્તૃત રજૂ કર્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો