લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે : 20-08-2017
૨૧મી સદીના સ્વપ્ન ર્દષ્ટા, યુવાનોના રાહબર, ૧૮ વર્ષે મતાધિકાર આપીને લોકતંત્રનું નવસર્જન કરનાર લોક લાડીલા શ્રી રાજીવ ગાંધીની ૨૦મી ઓગ્ષ્ટના રોજ જન્મ જયંતિ નિમિત્તે આજ રોજ સવારે ૧૧-૦૦ કલાકે રાજીવ ગાંધી ભવન ખાતે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલી કર્યાબાદ રાજીવજીનું ભારત નિર્માણમાં યોગદાનને અભિનંદન સહ ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, વિશ્વના ફલક ઉપર ભારતવર્ષનું નામ રોશન કરનાર સ્વ.શ્રી રાજીવ ગાંધી દીર્ઘદ્રષ્ટિ ધરાવતા યુવાન વડાપ્રધાન હતા. જેમણે આધુનિક ભારત માટે ૨૧મી સદીનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે સાયન્સ અને ટેકનોલોજી ઉપર ભાર મુકીને આજના ડિજીટલ ઇન્ડીયાનો પાયો મુકનાર રાજીવ ગાંધીની શહાદતને યાદ કરી તેમના બતાવેલા પથ ઉપર ચાલવા સૌ કાર્યકરો-આગેવાનોને હાકલ કરી હતી અને નવસર્જન ગુજરાત માટે આગામી ૨૦૧૭ની વિધાનસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમા કોંગ્રેસ પક્ષના ભવ્ય વિજયના ભાગીદાર થવા આહ્વાન કર્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો