લોકડાઉનમાં ફસાયેલા નાગરિકોની વ્હારે આવ્યા પરેશ ધાનાણી, સીએમ રૂપાણીને પત્ર લખી કરી આ રજૂઆત
રાજ્યના વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરીકોને આરોગ્યની ચકાસણી કરી વતન જવા મંજૂરી આપવા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, સગર્ભા મહિલા, વૃધ્ધો અને નાના બાળકોને વતન સુધી પહોંચાડવા સરકાર દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ. લોકડાઉનના કારણે રત્ન કલાકાર અને શ્રમીકોને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા જોઈએ. ફસાયેલા લોકો એક મહિના કરતાં વધારે સમયથી પરિવારથી દુર હોવાથી માનસીક યાતના ભોગવી રહ્યા છે.
https://www.gstv.in/paresh-dhanani-wrote-a-letter-to-cm-rupani-gujarati-news/