લીમખેડા ખાતે કડાણા – હાફેશ્વર સિંચાઈ યોજનાનું ખાત મુહર્ત કરીને આદિવાસી સમાજ સાથે વધુ એક છેતરપીંડી : 17-09-2016
એ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડે ભાજપ સરકારની આદિવાસીઓ પ્રત્યેની ભેદભાવ ભરી નિતીને ખુલ્લી પાડતા જણાવ્યું હતું કે, સુરત અને ભાવનગરમાં પ્રજાનો આક્રોશ-અંજપાનો ભોગ બન્યા બાદ ડઘાઈ ગયેલ ભાજપ સરકારે લીમખેડા ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી ચંદ્રિકાબેન બારીયા, શ્રી ગેંદાલભાઈ ડામોર, શ્રી વજેસિંહ પણદા, એ.આઈ.સી.સી. ના મંત્રી અને પૂર્વ સાંસદશ્રી ડૉ. પ્રભાબેન તાવીયાડ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી રમિલાબેન ભૂરિયા, જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ સહિત ૨૦૦ થી વધુ આગેવાનો-કાર્યકરો પોલીસે ખોટી રીતે લાંબા સમય સુધી અટકાયત કરી હતી. મહિલા ધારાસભ્ય સાથે પોલીસે ગેરવર્તણૂંક કરી હતી. મહિલા પોલીસ હાજર હોવા છતાં ડી.એસ.પી.એ અત્યાચાર કર્યો હતો. લીમખેડા ખાતે તત્કાલિન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૩ માં કડાણા – હાફેશ્વર સિંચાઈ યોજના માટે જાહેરસભામાં જાહેરાત કરી હતી. આજે ૧૩ વર્ષે ચૂંટણી નજીક આવતા લીમખેડા ખાતે કડાણા – હાફેશ્વર સિંચાઈ યોજનાનું ખાત મુહર્ત કરીને આદિવાસી સમાજ સાથે વધુ એક છેતરપીંડી કરી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો