લાલ કિલ્લાના ભાષણથી પીએમની ગરીમા ઝાંખી પડી છે : શંકરસિંહ
- સ્થાનિક વોર્ડ, ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ભાષણ જેવું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગષ્ટે લાલકિલ્લા પરથી કરેલા ભાષણને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ નિમ્નસ્તરનું ગણાવ્યુ હતું. તેઓએ જણાવ્યુ હતું કે, આ ભાષણથી વડાપ્રધાનની ગરીમાં ઝાંખી પડી છે. ગાંધીનગરમાં કોંગ્રેસ સમિતિ યોજિત ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન શંકરસિંહે પોતાના જુના સાથી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક ચાબખા માર્યા હતા. શંકરસિંહે જણાવ્યંુ કે, લાલકિલ્લા પરથી વડાપ્રધાન જે ભાષણ આપ્યંુ તે સ્થાનિક વોર્ડ,ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થતા ભાષણ જેવું હતું. સ્વાતંત્ર્ય દિવસે યોજાયેલો સમારંભ ચૂંટણી સભા ન હતી. આ દિવસ જનતાને વડાપ્રધાન પાસેથી અનેક અપેક્ષા હતી. રાજકિય આઝાદી બાદ આર્િથક આઝાદી કેમ મળે તેની યોજનાઓ સંદર્ભે વડાપ્રધાન કોઇ જાહેરાત કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તે ફળીભૂત થઇ નથી. વડાપ્રધાન કોઇ પક્ષના હોતા નથી, દેશના હોય છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, બિહારની ચૂંટણીપૂર્વે વડાપ્રધાને કરેલા ભાષણથી તેમનો હોદ્દો ઝાંખો પડયો છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3112349