લાખો રૂપિયાની ફી વસૂલતી મોટી મોટી અને મોંઘી મોંઘી શાળાઓની લૂંટ પર લગામ લગાવતા નામદાર વડી અદાલતના ચૂકાદાને આવકાર : 27-12-2017
લાખો રૂપિયાની ફી વસૂલતી મોટી મોટી અને મોંઘી મોંઘી શાળાઓની લૂંટ પર લગામ લગાવતા નામદાર વડી અદાલતના ચૂકાદાને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષથી ભાજપ શાસનમાં શિક્ષણ વ્યાપરના કેન્દ્રો બન્યા હતા. મોટી મોટી અને મોંઘી મોંઘી શૈક્ષણિક સંસ્થાઓ ભાજપની ધનસંગ્રહ યોજનાના ભાગીદાર હતા. જેનો સીધો ભોગ સામાજીક-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વાલીઓ બની રહ્યાં હતા. ગુજરાતમાં મોંઘા શિક્ષણ, શિક્ષણના વેપારીકરણ સામે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થી-વાલીઓને શિક્ષણનો અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષે પ્રતિબધ્ધતા જાહેર કરી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો