લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો : 28-06-2017
- લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડો.
- પ્રજાને ‘અચ્છે દિન’ નો વાયદો કરનાર મોદી શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગના કરોડો નાગરિકોની પરસેવાની “ટેક્ષ ટેરીરીઝમ” ના નામે કમાણી ગાયબ
લાઈફ ઈન્સ્યોરન્સ અને હેલ્થ પોલીસી પર ટેક્ષ વધારો. જ્યારે ઈન્સ્યોરન્સ તેમજ સેવીંગ સ્કીમ દ્વારા મળનાર લાભ વ્યાજદરોમાં ઘટાડાના લીધે લાખો બચત ધારકો અને ખાસ કરીને સીનીયર સીટીઝનો કે જેઓ પોતાના પરિવારનું ભરણપોષણ ડીપોઝીટની વ્યાજની આવક પર ચલાવતા હોય છે તેવા સંજોગોમાં જીવન જરૂરી ચીજવસ્તુમાં મોંઘવારીનો મારથી અનેક પરિવારો પોતે કઈ રીતે જીવનનિર્વાહ કરશે તેવો પ્રશ્ન મોદી સરકારને પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપના ત્રણ વર્ષના શાસનમાં લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસી પર કુલ ૫.૬૪ ટકા નો સર્વિસ ટેક્ષ વધારો. તા. ૧/૭/૨૦૧૭ થી અમલમાં આવનાર જી.એસ.ટી. ના ભાગરૂપે સામાન્ય અને મધ્યમ વર્ગના જીવન સહાયક લાઈફ ઈન્સોયરન્સ પર અસર પડનાર છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો