લખીમપુર ખાતે ગાડી ચડાવી દેવા સહિતની હિંસક અથડામણમાં આઠ ખેડૂતો મૃત્યુ : 04-10-2021
છેલ્લાં ઘણાં સમયથી કેન્દ્રની ભાજપ સરકારના ત્રણ કાળા કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને ગેરબંધારણીય રીતે, ક્રૂર રીતે કાયદાનો દુરપયોગ કરીને કચડી નાખવાના નિલજર્જ પ્રયાસો ભાજપ સરકાર કરી રહી છે. તેમ છતાં દેશભરના ખેડૂતો મક્કમ રીતે આંદોલન ચલાવી રહ્યા છે. ભાજપ સરકારની છડેચોક બેફામ સરમુખત્યારશાહીના બોલતા પુરાવારૂપે કેન્દ્રીય ગૃહરાજયમંત્રીના પુત્ર દ્વારા આંદોલન ચલાવી રહેલ ખેડૂતો ઉપર લખીમપુર ખાતે ગાડી ચડાવી દેવા સહિતની હિંસક અથડામણમાં આઠ ખેડૂતો મૃત્યુ પામ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો