રોડ-રસ્તા-હાઈવે અકસ્માતમાં મોટી સંખ્યામાં નાગરિકો મોતને ભેટી રહ્યા છે : 19-05-2018

  • રોડ-રસ્તા-હાઈવે ગુજરાતમાં બન્યા વધુ અસલામત
  • રોડ-રસ્તા-હાઈવે અકસ્માતમાં મોટી સંખ્યામાં નાગરિકો મોતને ભેટી રહ્યા છે
  • ભાવનગર-અમદાવાદ હાઈવે બન્યો જીવલેણ: સિમેન્ટ ટ્રક પલ્ટીમાં ૧૮ શ્રમિકોના ઘટનાસ્થળે મોત
  • છેલ્લા ૨૭ કલાકમાં જુદા જુદા અકસ્માતની ચાર ઘટનામાં ૩૧ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા
  • અકસ્માતો રોકવા માટે કાર્યપધ્ધતિ અમલવારીમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ

ગુજરાતમાં છેલ્લા ૨૭ કલાકમાં જુદા જુદા ચાર બનાવોમાં ૩૧ જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. રોડ-રસ્તા-હાઈવે ગુજરાતમાં દિવસે દિવસે વધુમાં વધુ અસલામત બની રહ્યા છે. રોડ-રસ્તા-હાઈવે અકસ્માતમાં મોટી સંખ્યામાં નાગરિકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે, ભાજપ સરકાર રોડ-રસ્તા-હાઈવે સલામતી માટે સંપૂર્ણ બેદરકારી દાખવી રહ્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ભાવનગર-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે સિમેન્ટ ટ્રક પલ્ટી ખાતા ૧૮ જેટલા શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા છે. શુક્રવારે અમરેલી-કુકરવાડા ૫ શ્રમિકોના શોર્ટ સર્કિટમાં, ધાનેરા ખાતે ચાર શ્રમિકોના અને અમદાવાદમાં ભેખડ ધસતાં ચાર શ્રમિકો મોતને ભેટ્યા છે. રાજ્યમાં બે મહિના આસપાસ ભાવનગર-રંઘોળા હાઈવે પર ૩૨ જેટલા બાળકો-મહિલા અને પુરુષોએ ગમતખ્વાર અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note