રેવન્યુ તલાટી ભરતી ૨૫૬૦ ની કુલ જગ્યા ભરતીમાં ગેરરીતીઓ : 13-08-2016

રેવન્યુ તલાટી ભરતી ૨૫૬૦ ની કુલ જગ્યા ભરતીમાં ગેરરીતીઓની ફરિયાદો લઈને મોટી સંખ્યામાં યુવાનો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, એ.આઈ.સી.સી. ના મંત્રીશ્રી દિપકભાઈ બાબરીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી સમક્ષ ભાજપ સરકારના શાસનમાં સરકારી નોકરીમાં ગુણવત્તા ધરાવતા યુવાનોને કઈ રીતે ગેરરીતીનો ભોગ બનવો પડે છે તે અંગે પુરાવા સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. મેરીટના ધોરણે બોલાવેલ ઉમેદવારોને જિલ્લા પસંદગીની પ્રક્રિયા તા. ૨૧/૭/૨૦૧૬ થી તા. ૧૧/૮/૨૦૧૬  સુધી થઈ હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note