રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક : ભરતસિંહ સોલંકી
- રેલ્વે બજેટ દેશના સામાન્ય નાગરિકોના પરિવહન માટે નિરાશાજનક
- સૌથી વધુ રોજગારી આપનું રેલ્વે તંત્રનું ખાનગીકરણ દેશના સામાન્ય નાગરિકો માટે ખતરારૂપ
- આધુનિકરણના નામે રેલ્વેનો વિસ્તાર કંપનીઓને સોંપીને રેલ્વેની અબજો રૂપિયાની સંપતિ ઉદ્યોગ ગૃહોને હવાલે કરવાનું સુનિયોજીત રીતે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કેન્દ્રીય રેલ્વે બજેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નિત નવા વિચારો રેલ્વે મંત્રીએ ફરી એક વખત રજૂ કર્યા છે. જેના માટે કરોડો રૂપિયા ખર્ચ થવાનો છે તે ક્યાંથી આવશે તેનો ક્યાંય પણ રેલ્વેમંત્રીએ ઉલ્લેખ કરેલ નથી. મોટા ભાગના રેલ્વે બજેટનું આધુનિકરણના નામે રેલ્વેનો વિસ્તાર સહિતની બાબતો કંપનીઓને સોંપીને રેલ્વેની અબજો રૂપિયાની સંપતિ ઉદ્યોગ ગૃહોને હવાલે કરી. ભાજપ સરકાર ઉદ્યોગપતિઓનું ઋણ અદા કરવા આગળ વધી રહી છે. ગુજરાતને અને દેશમાં ભાજપ શાસન બહુમતિમાં હોવા છતાં ગુજરાતને પશ્ચિમ વિભાગનું વડું મથક મળવું જોઈએ તેવી માંગ પણ ન સંતોષીને ગુજરાતને અન્યાય કરવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો