રેલવે, એસટી, હોસ્પિટલ જેવાં જાહેર સ્થળોએ પાર્કિંગ ફી નાબુદ કરોઃ કોંગ્રેસ

  • નામદાર કોર્ટનાં આદેશથી જાગતી ભાજપ સરકાર
  • રેલવે, એસટી, હોસ્પિટલ જેવાં જાહેર સ્થળોએ પાર્કિંગ ફી નાબુદ કરોઃ કોંગ્રેસ
  • ભાજપ સરકારે ૨૨ વર્ષમાં સરકારી કચેરીઓ કે જાહેર સ્થળોએ જ પાર્કિંગ સુવિધા ઉભી કરી નથી પરંતુ જાહેર સ્થળોએ પાર્કિંગનાં નામે પ્રજાને લૂંટે છેઃ ડૉ. હિમાંશુ પટેલ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક – પાર્કિંગ નિયમન અંગે કરાયેલા આદેશ પછી પણ હવામાં બાચકાં મારી રહેલી ભાજપ સરકારની ઈચ્છાશક્તિનાં અભાવે જ વિકાસનાં નામે દરેક ક્ષેત્રે અરાજક્તાભરી સ્થિતિ સર્જાઈ રહી હોવાનું જણાવતાં કોંગ્રેસનાં પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે ભાજપ દ્વારા છેલ્લાં ૨૨ વર્ષનાં શાસનમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં જ પાર્કિંગની સુવિધા કરી નહીં હોવા સાથે ભાજપ સરકાર દ્વારા એસટી- રેલવે સહિત જાહેર સ્થળોએ પાર્કિંગનાં ટેન્ડરો બહાર પાડી લાખો રૂપિયાની કરવામાં આવતી કમાણી બંધ કરવા માંગણી કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note