રેતી, કપચી, માટી, પથ્થર, બોક્સાઈડ, લીગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂટફાટનો કાળો… : 06-02-2016
રેતી, કપચી, માટી, પથ્થર, બોક્સાઈડ, લીગ્નાઈટ સહિતની ખાણ-ખનિજ સંપદા લૂટફાટનો કાળો કારોબાર ભાજપ સરકારના મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારી ખાણખનિજ માફિયાઓની મીલી ભગતથી ચાલી રહેલ છે. તેની સ્વતંત્ર તપાસની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશિત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 33 જિલ્લામાંથી ખાણખનિજ સંપદાની નિયમ મુજબની ચકાસણી માટેની ફ્લાઈંગ સ્કોડ અનેક જિલ્લાઓની મુલાકાત લેતી જ નથી. સ્થાનિક રાજકારણીઓ, અધિકારીઓ અને ખાણ ખનિજ માફિયાઓના નેટવર્કથી લૂટફાટનો કારોબાર બેરોકટોકથી ચાલી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ખનિજ ચોરીમાં 800 કરોડ રકમ વસૂલાતની બાકી છે. રાજ્યમાં કુલ મંજૂર થયેલ 2177 લીઝ હાલમાં છે અને ગેરકાયદેસર અનેક લીઝ ધમધમે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો