રૂ. 110/- ના વધારા સાથે માત્ર રૂ. 920/- મળશે તે ખેડૂતો માટે ભાજપ સરકારની મોટામાં મોટી મશ્કરી. : 16-12-2015
- રૂ. 110/- ના વધારા સાથે માત્ર રૂ. 920/- મળશે તે ખેડૂતો માટે ભાજપ સરકારની મોટામાં મોટી મશ્કરી.
- કપાસના ભાવ ખેડૂતો માટે રૂ. 1500/- મળવા જોઈએ તે વાત સત્તામાં આવતા ભાજપ સરકાર ભૂલી ગઈ છે.
- ખેડૂતોના હિતમાં અને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક કાર્યક્રમો આપશે.
ગુજરાતના ખેડૂતોને કપાસ સહિત ખેતપેદાશોના પોષણક્ષમ ભાવો મળે તે માટે છેલ્લા ત્રણ મહિનાથી કોંગ્રેસ પક્ષ અને ખેડૂત સંગઠનો વારંવાર આ બાબતે ભાજપ સરકારને યાદ કરાવતા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી સમયે પણ મુખ્યમંત્રીશ્રી અને ભાજપના આગેવાનોએ ખેડૂતોને આશ્વાસનો સાથે જાહેરાત કરી હતી પણ આજ રોજ ભાજપ સરકાર દ્વારા 20 કિલો કપાસની CCI દ્વારા ખરીદી થાય તેમાં રૂ. 110/- ની સહાય આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાત ગુજરાતના કપાસ પકવતા ખેડૂતો સાથેની છેતરપીંડી સમાન જણાવતા પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદન ક્ષેત્ર અગ્રીમ રાજ્ય છે. છેલ્લા ઘણાં સમયથી કપાસ ઉત્પાદક ખેડૂતો, ખેડૂત સંગઠનો અને કોંગ્રેસ પક્ષ દ્વારા કપાસના યોગ્ય ભાવો મળે તે માટે વારંવાર રજુઆત કરવામાં આવી હતી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો