રૂપિયાની લેતી-દેતીનો વાયરલ થયેલ વિડીયો અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના આગેવાનોનો જવાબ માંગતા : 08-09-2016
કરોડો રૂપિયાના સરકારી ખર્ચે સમગ્ર વહીવટી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે સુરત ખાતેના અભિવાદન કાર્યક્રમના પૂર્વ સંધ્યાએ “રૂપિયાની લેતી-દેતીનો વાયરલ થયેલ વિડીયો” થી ગાંધીનગરની ગાદી હસ્તગત કરવા માટે રચાયેલા કાવત્રા તેના પરિણામે સમગ્ર ગુજરાતને હિંસાની આગમાં ધકેલાઈ ગયું, કરોડો રૂપિયાની જાહેર મિલ્કતોનું નુક્શાન થયું આ અંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રી સહિતના આગેવાનોનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના આંદોલનમાં ચોક્કસ લોકો દ્વારા નાણાંકીય રોકાણ કરીને આંદોલન દ્વારા ભાજપની આંતરિક જૂથબંધી અને સત્તા કબજે કરવા માટે કાવત્રા વાયરલ થયેલ વીડીયો દ્વારા ખુલ્લા પડી ગયા છે. આંદોલન માટે નાણાં સહાય કરનાર આગેવાનો આજે અભિવાદન સમારોહ માટે કરોડો રૂપિયા ખર્ચે છે. આજ બાબત દર્શાવે છે કે ભાજપ સરકાર અને ભાજપ દ્વારા કોંગ્રેસ પક્ષ પરના આક્ષેપો બેબુનિયાદ અને પાયાવિહોણા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો