રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન : 06-02-2023
- સમગ્ર ગુજરાત રાજ્યના ૩૩ જીલ્લા મથકે એલઆઈસી અને એસ.બી.આઈ. ઓફીસની સામે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાઈ બહેનો ધરણાં – પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કરાયોઃ શ્રી જગદીશ ઠાકોર
- દેશના રોકાણકારોની મહામુલી મૂડીનું અવિચારી રીતે ઉદ્યોગગૃહોમાં રોકાણના કારણે ધોવાણ થઈ રહ્યું છે અને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી મૌન છેઃ શ્રી અમીત ચાવડા
અમદાવાદ શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત એલ.આઈ.સી. તથા એસ.બી.આઈ.ના કરોડો ખાતા ધારકો અને બચત કરતાઓની મહામુલી મૂડી ઉદ્યોગપતિઓના ઉદ્યોગગૃહોમાં અવિચારી રોકાણના કારણે જે નુકસાન થઈ રહ્યું છે તેના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જગદીશ ઠાકોર અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમીત ચાવડાની ઉપસ્થિતીમાં મોટી સંખ્યામાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ફ્રન્ટલ સેલ-ડીપાર્ટમેન્ટના હોદ્દેદાર તથા કાર્યકર્તા ભાઈ-બહેનોએ રીલીફ રોડ ખાતે ધરણાં – પ્રદર્શન કરી સામાન્ય માણસની બચત બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો