“રીઝર્વ બેન્ક કચેરીને તાળાબંધી” કાર્યક્રમ : 17-01-2017
નોટબંધીના નિર્ણયને ૬૮ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં નાગરિકોને રાહત મળવાને બદલે મુશ્કેલીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે, કઠિન સમયમાં નાગરિકોની હાલાકીને વાચા આપવા અને કેન્દ્રની મોદી સરકાર, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની નિષ્ફળતા ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી સુશીલકુમાર શિંદેના નેતૃત્વમાં અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં “રીઝર્વ બેન્ક કચેરીને તાળાબંધી” કાર્યક્રમ તા. ૧૮-૦૧-૨૦૧૭ ને સવારે ૧૧-૧૫ કલાકે, ‘અદ્વેત આશ્રમ’ ગાંધીબ્રીજના નાકે, શાહપુર, અમદાવાદ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો