રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા પગલાં સામે વિવિધ જિલ્લાઓમાં કાર્યક્રમ : 24-11-2016
રૂા. ૫૦૦- ૧૦૦૦ ની નોટ બંધીના અપરિપક્વ – તઘલખી નિર્ણયોને કારણે દેશના કરોડો નાગરિકો અને ખાસ કરીને ગુજરાતની ૬ કરોડ નાગરિકો પારાવાર મુશ્કેલીનો ભોગ બની રહ્યાં છે. ત્યારે નોટબંધીથી ત્રાહિમામ જનતાને રાહત મળે, રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા અવ્યવસ્થા દૂર કરે, બેન્કો વધારાના કેશ કાઉન્ટરો ખોલે, તેવી માંગ સાથે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ડાંગર પકવતા ખેડૂતોએ “ડાંગર જમાની સામે નાણાં” ”પશુ પાલકોએ “દુધની સામે નાણાં” શાકભાજી પકવતા પરિવારોએ “શાકભાજીની સામે નાણાં” ની માંગ કરતાં દૂધ-શાકભાજી અને અનાજ રસ્તાઓ પર ઢોળીને ભાજપ સરકારના નોટબંધીના તઘલખી નિર્ણયનો આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો. વિવિધ જિલ્લાઓમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ઘણાં જિલ્લાઓમાં પોલીસે બળપ્રયોગ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો