રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી

ભાજપ સરકારના ‘નોટબંધી’ ના અરાજક ભર્યા નિર્ણયની વિરૂધ્ધમાં આજે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની તાળાબંધી કાર્યક્રમ અંતર્ગત મોટી સંખ્યામાં કાર્યકરો ચુસ્ત પોલીસબંદોબસ્ત વચ્ચે પણ રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાની કચેરી ખાતે ઘસી જઈને તાળાબંધી કરી હતી. તાળાબંધીના કાર્યક્રમમાં શ્રી સુશિલકુમાર શિંદે, શ્રી ભરતસિંહ સોલંકી, શ્રી શંકરસિંહ વાઘેલા સહિત ૫૦૦ થી વધુ કાર્યકરો-આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.