રાહુલ ગાંધી નોટબંધી-જીએસટીના મુદ્દે વેપારીઓ સાથે વાત કરી મંતવ્ય જાણશે
રાહુલ ગાંધી ખાસ કરીને કોર્પોરેટ જગતના બિઝનેસમેનોથી માડીને નાના વેપારીઓને જીએસટી, નોટબંધીને કારણે ઉભી થયેલી સમસ્યાના મુદ્દે વાતચીત કરવામાં આવશે. રાહુલ ગાંધી શહેરના પ્રતિષ્ઠિત ડૉક્ટરો, એન્જિનીયરો, આર્કિટેક્ટ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,પ્રોફેસરો સાથે મુલાકાત કરીને તેમના મત જાણશે. વિવિધ ક્ષેત્રમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનીધી ઉપરાંત ખેડૂત આગેવાનો, આરટીઆઇ એક્ટિવિસ્ટો, મહિલા સુરક્ષા–માનવ અધિકારના મુદ્દે લડત લડતાં સામાજીક કાર્યકરો સાથે પણ રાહલ ગાંધી વાત કરશે. કોંગ્રેસના કાર્યકરો સાથે પણ ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા થશે. ગુજરાતના પ્રોફેશનલ વ્યવસાયકારોથી માંડીને ખેડૂતોને શું મુશ્કેલી છે તે જાણવા કોંગ્રેસના આ પ્રયાસો છે. ખાસ કરીને રાહુલ ગાંધી ખુદ આ બધી વાત જાણવા માંગે છે અને એટલે જ જાહેરસભાને બદલે પ્રોફેશનલ મીટનું આયોજન કરાયુ છે.આમ, કોંગ્રેસે ૪ સપ્ટેમ્બરે રાહુલ ગાંધીની મુલાકાતને પગલે રિવરફ્રન્ટ પર તૈયારીઓ આરંભી દીધી છે.