રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે રક્તદાન શિબિર, વૃક્ષારોપણ : 19-06-2019
સત્ય, અહિંસાના સિદ્ધાંતો સાથે સામાન્ય નાગરીકોના જીવનમાં પરિવર્તન માટે સતત લડત આપતાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યકશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના ૩૩ જીલ્લા અને આઠ મહાનગર ખાતે યોજાયેલ રક્તદાન શિબિર, વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદ ઘાંસીરામ ચૌધરી ભવન ખાતે રક્તદાન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસે યોજાયેલ રક્તદાન શિબિરમાં એકત્ર થયેલ લોહી થેલેસેમિયા કેન્સરના દર્દીઓને ઉપલબ્ધ કરાશે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો