રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ : 13-10-2021
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ વિશે શાળાના બાળકોને વિવાદાસ્પદ શિક્ષણ આપનાર શિક્ષક પર આકરા પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, શાળાના શિક્ષક જેનું કામ રાષ્ટ્ર નિર્માણ અને વિદ્યાર્થીની કેળવણીની છે. કમનસીબે અમુક શિક્ષક મુળ કેળવણીનું કામ ભુલીને આઝાદીના ઈતિહાસને વિકૃત રૂપે રજુ કરે તે ચલાવી શકાય નહી. છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલા અહંકારી લોકો કે જેઓનું આઝાદીના આંદોલનમાં યોગદાન નથી તેવા લોકો વ્યવસ્થામાં કામ કરતા લોકો દ્વારા ઈતિહાસને વિકૃત રુપે રજુ કરવાની કુચેષ્ટા કરી રહ્યાં છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો