રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી : 17-01-2017
રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીની ચરખાં સાથેની ઐતિહાસિક તસવીર હટાવીને ખાદી વિલેજ કમિશને મોદી ભક્તી માટે શ્રી નરેન્દ્ર મોદીની ચરખાં સાથે ઉભી કરેલી તસ્વીર ડાયરી અને કેલેન્ડરમાં પ્રસિધ્ધ કરવાની ઘટનાથી કરોડો હિન્દુસ્તાનીની લાગણીને ઠેસ પહોંચી છે, આઘાત પહોંચ્યો છે. પૂ. મહાત્મા ગાંધીના સિધ્ધાંતો આજે પણ એટલા માર્ગદર્શક અને ઉપયોગી છે ત્યારે, કેન્દ્ર સરકારની કુચેષ્ટા સામે રોષ અને આક્રોશના ભાગ રૂપે ગુજરાતના ૮ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા યોજાયેલ ધરણાં-દેખાવોના સફળ કાર્યક્રમ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીના સિધ્ધાંતો, જીવન કથની અને ઐતિહાસિક યોગદાન અંગે પૃથ્વી પરના કોઈ પણ વ્યક્તિ સાથે ક્યારેય તુલના ન થઈ શકે પણ તેમ છતાં અહંકાર, સ્વપ્રસિધ્ધીમાં રાચતા મોદી ભક્તીમાં ગળાડૂબ લોકો આ પ્રકારની કુચેષ્ટા કરતાં હોય છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો