રામ મંદિર માટે એકઠા કરેલ ૧૪૦૦ કરોડ રૂપિયાના હિસાબ નિર્મોહી અખાડાએ માંગ્યો ત્યારે ભાજપ કેમ મૌન છે? : 10-01-2018
- રામ મંદિર માટે શ્રદ્ધા અને આસ્થા સાથે ઈંટ અને નાણાં આપનાર દેશના લાખો શ્રદ્ધાળુ ભાઈ-બહેનોની શ્રદ્ધા અને લાગણીઓ સાથે નોટ અને વોટ માટે રમત રમનાર-છેતરપીંડી કરનાર ભાજપ અને ભાજપની ભગીની સંસ્થાઓ જવાબ આપે.
- રામ મંદિર માટે એકઠા કરેલ ૧૪૦૦ કરોડ રૂપિયાના હિસાબ નિર્મોહી અખાડાએ માંગ્યો ત્યારે ભાજપ કેમ મૌન છે?
કોંગ્રેસ પક્ષ સર્વ ધર્મ સમભાવમાં માને છે અને ધર્મ અમારા માટે શ્રદ્ધા અને આસ્થા છે. જ્યારે ભાજપ માટે ધર્મ એ વેપાર અને સત્તા મેળવવા માટેનું સાધન છે. રામ મંદિર માટે શ્રદ્ધા અને આસ્થા સાથે ઈંટ અને નાણાં આપનાર દેશના લાખો શ્રદ્ધાળુ ભાઈ-બહેનોની શ્રદ્ધા અને લાગણીઓ સાથે નોટ અને વોટ માટે રમત રમનાર-છેતરપીંડી કરનાર ભાજપ અને ભાજપની ભગીની સંસ્થાઓ જવાબ આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે હંમેશા રામ રાગ સત્તા મેળવવાનું સાધન રહ્યું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો