રાફેલ વિમાન સોદામાં મોદી સરકારે અનિલ અંબાણીને ફાયદો કરાવ્યો છે : રાજીવ સાતવ

કેન્દ્ર સરકારે યુપીએ ની સરકારે ૧૮ રાફેલ વિમાન ૫૨૬ કરોડ લેખે સોદો નક્કી કર્યો હતો. પરંતુ મોદી સરકારે ૧૬૧૭ કરોડ નક્કી કરી ૩૬ રાફેલ વિમાન ખરીદ્યા છે. આમ ૪૧૨૦૫ કરોડ રૂપિયા વધુ ચુક્વ્યા છે. સરકારે હિન્દુસ્તાન એરોને બાજુએ મૂકી પોતાના માનીતા ઉદ્યોગ પતિઓને લાભ કરવામાં આવ્યો છે એમ મોદી સરકાર પર પ્રહાર કરતા કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રાજીવ સાતવે અત્રે જણાવ્યું હતું.

રાફેલ વિમાન સોદા અંગે મીડિયાને બ્રીફ કરવા માટે વડોદરાની મુલાકાતે આવેલા કોગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી રાજીવ સાતવે મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિતમાં સિક્રેટ્સ કરાર હોવાથી વિગતો જાહેર કરી શકાય નહીં તેમ કહે છે. પરંતુ રિલાયન્સ ડિફેન્સે પ્રેસ રિલીઝ જાહેર કરી ખરીદ કિંમતની  જાહેરાત કરી છે.
ચોકીદાર ભાગીદાર બન્યા છે ત્યારે જેસીપી રચવાની અમારી માંગણી છે. અનિલ અંબાણી રાફેલ સોદા અંગે અમદાવાદથી કોંગ્રેસના નેતાઓને નોટિસ ફટકારી છે

https://mrreporter.in/in-the-raphael-aircraft-deal-modi-government-has-benefited-anil-ambani-rajiv-satav/