રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ અસરગ્રસ્તોની મજાક સમાન 14-07-2015

• રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ અસરગ્રસ્તોની મજાક સમાન
• રાજ્ય સરકાર કેલીમીટી રીલીફ ફંડના કરોડો રૂપિયા વણ વાપર્યા પડ્યા છે તેનો અસરગ્રસ્તોને લાભ મળવો જોઈએ.
• અતિવૃષ્ટિમાં ભોગ બનેલ અસરગ્રસ્તોને પુરતો લાભ મળે તે માટે રાજ્ય સરકારે ગંભીરતાથી સર્વે કર્યો હોય તેવું જણાતું નથી.
અતિવૃષ્ટિમાં ભોગ બનેલા પરિવારોનું પુન:સ્થાપન અને અતિવૃષ્ટિમાં ભોગ બનેલા હજારો પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રાહત પેકેજ અસરગ્રસ્તોની મજાક સમાન હોવાની પ્રતિક્રિયા આપતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, લાખો ખેડૂતોની તમામ જમીન નષ્ટ પામી છે, હજારો નાના-મોટા વેપારીઓના ધંધા-રોજગાર સંપૂર્ણ પણે નષ્ટ થયા છે. હજારો પરિવારોના મકાનો નાશ થયા છે. દસ હજાર કરતા વધુ પશુઓના મોત થયા છે. ત્યારે રાજ્ય સરકારે લાંબા સમય સુધી દેખાડો કરીને એકદમ નજીવી રકમ અસરગ્રસ્તો માટે ફાળવી છે. હકીકતમાં તો, આ રાહત પેકેજ રકમ કોંગ્રેસ પક્ષના અસરગ્રસ્તોને સાથે રાખીને કરેલ આંદોલનના કારણે જાહેર કરવાની ફરજ પડી હોય તેમ જણાય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note