રાજ્ય સરકારે સત્વેર સીબીઆઈ તપાસની સોંપીને : 15-06-2017
મહેસાણા જેલમાં બલોલના પાટીદાર યુવાનનું કસ્ટોડિયલ ડેથ થયું છે. સમગ્ર ઘટનાની ગંભીરતા રાજ્ય સરકાર દ્વારા દાખવવામાં આવી નથી. જેના કારણે મહેસાણા અને સમગ્ર ઉત્તર ગુજરાતમાં બર્બરતાથી પાટીદાર યુવાનના મોતના લીધે ભારે આક્રોશની લાગણી ફેલાઈ છે. રાજ્ય સરકાર જે પ્રકારે સમગ્ર ઘટનામાં લીપાથોપી કરી રહી છે. તે બાબત જ શંકા પ્રેરે છે. ત્યારે મૃતક પાટીદારના પરિવારને ન્યાય મળે, સમગ્ર બનાવની તપાસ સીબીઆઈ મારફત થાય તે માટે ભાજપ સરકાર જીદ અને અંહકાર છોડે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, મૃતક પાટીદાર યુવાનના માતા-પિતા ન્યાય મેળવવા ઉપવાસ પર બેઠા છે. પોલીસ કસ્ટડીમાં આવી રીતે મૃત્યુ થાય એ દુઃખદ વાત છે. સરકાર માટે આ ખૂબ જ દુઃખદ વાત કહેવાય.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો