રાજ્ય સરકારના ભરતી કૌભાડના વિરોધમાં આણંદ ખાતે દેખાવો

ભાજપ સરકારના ૨૦૦૧ થી ૨૦૧૫ સુધીમાં જુદા જુદા વિભાગમાં કરવામાં આવેલ ૨ લાખ સરકારી ભરતી પ્રક્રિયામાં વ્યાપક ભરતી કૌભાંડની સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ સી.બી.આઈ. તપાસની માંગ સાથે રાજ્યના ૩૩ જિલ્લા, ૮ મહાનગરોમાં રાજ્ય વ્યાપી સૂત્રોચ્ચાર સાથે દેખાવોનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ સરકાર – મંત્રીઓ અને કૌભાંડમાં સાથ સહકાર આપનાર અધિકારીઓ તાકીદે પદ પરથી રાજીનામું આપે. તેવી માંગ સાથે ભાજપ સરકારની યુવા વિરોધી-ભ્રષ્ટાચારી નિતી સામે આક્રોશ વ્યક્ત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસકોએ સરકારી નોકરીઓમાં ગેરરીતી-ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાના કૌભાંડ સાથે મળતીયાઓને મજા કરાવી પણ ગુજરાતના લાખો શિક્ષિત નવયુવાનોનો રોજગારનો અધિકાર છીનવી લીધો.