રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન કાર્યક્રમ : 22-11-2018
- રાજ્ય સરકારની આ ખેડૂત વિરોધી નિતી-પશુપાલકોની કફોડી સ્થિતિ સામે કોંગ્રેસ પક્ષનો રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શન યોજાયા
- રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રાપ્તિ ભાવમાં છેલ્લાં ત્રણ મહિનામાં પ્રતિ કિલોફેટ ૭૦ રૂપિયા જેટલો ઘટાડો કરીને પશુપાલકોને મુશ્કેલીમાં મુક્યા
ગુજરાતના ખેડૂતોની માંગણીઓને ટેકો આપવા, દેવામાફીની માંગને બુલંદ બનાવવા અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતીઓને ઉજાગર કરવા તથા રાજ્યમાં વિવિધ ડેરીઓ-સંઘો દ્વારા દુધના પ્રપ્તિભાવમાં ઘટાડાથી પશુપાલકોને પડી રહેલ મુશ્કેલીમાં રાજ્યના પશુપાલકોને ન્યાય મળે અને સંઘોની નફાખોરી સામે વિરોધ વ્યક્ત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્ય વ્યાપી ધરણા-પ્રદર્શનના ભાગરૂપે આણંદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજીત ધરણા-પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ગુજરાતના ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ખેડૂતોની સંખ્યામાં સાડા ત્રણ લાખનો ઘટાડો અને ૩૬ લાખ ખેત મજદૂરો છેલ્લાં દસ વર્ષમાં ઉમેરો થયો છે.