રાજ્યસભાની ઉમેદવારી નોંધાવતા શ્રી અહમદ પટેલ

ગુજરાતમાં કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર તરીકે શ્રી અહમદભાઈ પટેલએ વિધાનસભામાં ચુંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભર્યું છે. રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહેલા સાંસદ અહમદ પટેલની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસના નેતા મોહનસિંહ રાઠવા, કોંગ્રેસ અગ્રણી સિદ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહિલ,અર્જુન મોઢવાડિયા સહિત અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો સાથે જેડીયુ અને એનસીપીના ધારાસભ્યો પણ હાજર ઉપસ્થિત રહ્યાં હતા