રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં મતદાન સમયે મતદાર યાદીમાંથી નામો કમી… : 24-11-2015

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં મતદાન સમયે મતદાર યાદીમાંથી નામો કમી થવા, મતદાન મથકોની અપૂરતી માહિતી, અલગ અલગ મતદાન મથકો પર અલગ અલગ સુચનાઓના પરિણામે મતદાતાઓ પોતાના મૂળભૂત અધિકારથી વંચિત રહ્યાં સમગ્ર કાવતરામાં જે માહિતી મળે છે તેમાં ચૂંટણી પંચની ભૂમિકા ઘણી શંકાસ્પદ અને ભાજપ પક્ષની મદદકર્તા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ પોતાની બંધારણી ફરજો બજાવે અને મુક્ત, ન્યાયી, પારદર્શક ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવાની માંગ સાથે કોંગ્રેસ પક્ષનું ઉચ્ચ કક્ષાનું પ્રતિનિધિ મંડળ શ્રી બાલુ ભાઈ પટેલ, શ્રી દિપકભાઈ બાબરીયા, ડૉ. જીતુભાઈ પટેલ, અમદાવાદ શહેર પ્રમુખશ્રી ચેતન રાવલ, લીગલ કન્વિનર શ્રી નિકુંજ બલર તથા 6 મહાનગરપાલિકાના કોંગ્રેસપક્ષના નેતાશ્રીઓએ ચૂંટણી આયોગના મુખ્ય અધિકારી શ્રી વરેશ સિંહા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note