રાજ્યમાં હાલ બેરોજગારીની વ્યાપક સ્થિતિ છે, શિક્ષણ કથળ્યું છે : ભરતસિંહ સોલંકી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવા ઉપર હાલમાં સુપ્રીમનો સ્ટે છે ત્યારે જો ચૂંટણીઓ લંબાઇ જાય તેવી સ્થિતિ છે. આ સ્થિતિનો લાભ લઇને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ટ્રાયબલ સેલની આજે વડોદરાના સરકિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આદિવાસીઓના પ્રશ્નોને વાચા આપવા માટે નિર્ણય લેવાયો હતો. જેમાં ઉમરગાંવથી અંબાજી સુધીની એક આદિવાસી અધિકાર યાત્રા કાઢવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્ય સરકારની આદિવાસી વિરોધી નીતિઓ અંગે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું.
રાજ્યમાં હાલ બેરોજગારીની વ્યાપક સ્થિતિ છે, શિક્ષણ કથળ્યું છે, સિંચાઇની વ્યવસ્થા આદિવાસી વિસ્તારોમાં ડેમ બાંધવામાં આવ્યા હોવા છતાં આદિવાસીઓને મળતી નથી. હવે વરસાદ ખેંચાતા અછતની સ્થિતિ સર્જાઇ હોવા છતાં સરકાર અછત અંગે કોઇ જાહેરાત કરતી નથી જેની સામે ભરતસિંહ કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એમ.જી.વૈદ્ય દ્વારા જાતિ અનામત અંગેના કરાયેલા વિધાનોને કોંગ્રેસે વખોડી કાઢયા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
http://www.sandesh.com/article.aspx?newsid=3120773