રાજ્યમાં સાબરકાંઠા જીલ્લાની તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા, જામનગર જીલ્લાની…: 24-08-2015

રાજ્યમાં સાબરકાંઠા જીલ્લાની તલોદ અને ખેડબ્રહ્મા નગરપાલિકા, જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા અને છોટા ઉદેપુર જીલ્લાની છોટા ઉદેપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સાબરકાંઠા જીલ્લાની તલોદ નગરપાલિકા કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી આંચકી લીધી છે. તલોદ, ખેડબ્રહ્મા, ધ્રોલ અને છોટા ઉદેપુર નગરપાલિકામાં નવા ચૂંટાયેલા પ્રમુખ-ઉપપ્રમુખને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલાએ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા સાચા અર્થમાં નાગરિકોનું સુવિધા કેન્દ્ર બને અને શહેરમાં ટેક્ષ ભરતા નાગરિકોને પાયાની સુવિધા મળે તે દિશામાં કામ કરશો તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note