રાજ્યમાં શિક્ષણ કાર્ય કરતાં શિક્ષકોનીજ પરીક્ષા લેવી પડે તેવી ઉભી થયેલી શરમજનક પરિસ્થિતિ : 08-07-2017
ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગને સરકારી કાર્યક્રમોના આયોજન તેમજ સરકારી યોજનાના પ્રચાર-પ્રસારના કામમાં જ વ્યસ્ત રાખવામાં આવી રહ્યા છે. શાળા-પ્રવેશોત્સવ-ગુણોત્સવના એક બાજુ ઢોલ વગાડવામાં આવે છે. પરંતુ શિક્ષણ કાર્ય આપનાર શિક્ષકોની પૂરતા પ્રમાણમાં પૂરા વેતન સાથે ભરતી જ કરવામાં ન આવે ત્યારે કેવી રીતે ભણશે ગુજરાત તેવો પ્રશ્ન પૂછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ગુજરાતમાં શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે. એક તરફ સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતા શિક્ષકોને ફિકસ પગારના નામે આર્થિક શોષણ કરવું, શિક્ષકોની નિમણૂંકમાં ગેરરીતીઓ અને સમગ્ર વર્ષ દરમ્યાન સરકારી અને પક્ષના કાર્યક્રમો-સંમેલનોમાં ભીડ એકત્ર કરવા શિક્ષકોને ફરજ પડાતી હોય એવા સંજોગોમાં ગુજરાત શિક્ષણમાં આગળ જવાને બદલે ૨૧ મા ક્રમાંકે પાછળ ધકેલાઈ ગયું છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો