રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ : 20-07-2016
- રાજ્યમાં વ્યાપી રહેલાં દલિત આંદોલનો અને પાટીદાર આંદોલનોમાં નિર્દોષોને ભોગ બનતાં અટકાવવામાં મુખ્ય સચિવશ્રી અને સરકારી તંત્ર નિષ્ફળ.
તાજેતરમાં ઉના તાલુકામાં મોટા સમઢીયાળા ગામે દલિતો ઉપર બનેલા અમાનુષી અત્યાચારના બનાવો બાબતે મુખ્ય સચિવ અને સરકારી તંત્રએ રાજ્ય સરકારેને સાચી માહિતી આપવામાં નિષ્ફળ નીવડ્યા તેના કારણે સમગ્ર રાજ્યમાં દલિત સમાજમાં અજંપો અને આક્રોશ વ્યાપી ગયો. દલિત સમાજના યુવાનો અને તેમના પરિવારોને રાજ્યમાં પૂરતી સલામતી મળે તે વિશ્વાસ આપવામાં ભાજપ સરકાર અને વહીવટી તંત્ર નિષ્ફળ નીવડ્યું છે જેના લીધે સમગ્ર રાજ્યમાં આ જનઆક્રોશ આટલી વિશાળ માત્રામાં પ્રસર્યો તેવા આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્યના વહીવટી વડા મુખ્ય સચિવશ્રીએ તાત્કાલિક પગલાં લઈ અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓને સાચી માહિતી આપી તુરંત પગલાંઓ લઈ શકાયા હોત પરંતુ તેવું થઈ શક્યું નહીં અને જેના કારણે એક અઠવાડીયા સુધી સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં ન આવ્યા જેના કારણે સમાજનો રોષ સામે આવ્યો અને રાજ્યના તમામ વર્ગના નાગરિકોને તેનો ભોગ બનવું પડે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો