રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ ૧૬ નગરપાલિકા : 19-02-2018

રાજ્યમાં યોજાયેલ ૭૫ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં શહેરી નાગરિકોએ ૧૬ નગરપાલિકા પર કોંગ્રેસને અને ૮ નગરપાલિકા પર કોંગ્રેસ સમર્થિત નગરસેવકોને ચૂંટીને સત્તા સોંપવા બદલ આભાર વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ૭૫ નગરપાલિકાઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં ૨૦૧૮ માં કોંગ્રેસ પક્ષના પંજાના નિશાન પર ૧૬ નગરપાલિકામાં અને ૮ નગરપાલિકામાં કોંગ્રેસ સમર્થિત નગરસેવકોને ચૂંટીને જનસમર્થન-જનઆશીર્વાદ આપ્યા છે. ૨૦૧૩ માં કોંગ્રેસ પક્ષ પાસે કુલ ૧૨ નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી હતી તેમાં કાવાદાવા કરી સત્તા ભૂખ્યા ભાજપે સામ, દામ, દંડ નો ઉપયોગ કરીને નગરપાલિકામાં પક્ષ પલટો કરાવ્યો હતો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note