રાજ્યમાં ભાજપ સરકારના સાશનમાં કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો… : 19-08-2015
રાજ્યમાં ભાજપ સરકારના સાશનમાં કાયદો-વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, ખેડૂતો માટેના પ્રશ્નો સહીત અનેક બાબતોમાં નિષ્ફળ સરકાર છે. ત્યારે રાજ્યના વિધાનસભાના માત્ર ત્રણ દિવસનું ટુંકું સત્ર બોલાવાનું હોય કે પછી સંસદમાં વિપક્ષને બિનલોકતાંત્રિક રીતે સસ્પેન્ડ કરવાની ઘટના હોય, તેવા અનેક મુદ્દાઓ સાથે આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પદાધિકારીઓની મળેલી બેઠકમાં માર્ગદર્શન આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર અનેક મોરચે નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. ગુન્હાખોરીના આંકમાં ગતિશીલ ગુજરાત છે. ખેડૂતો, નાના વેપારીઓ, યુવાનો, કર્મચારીઓ સહિતના સામાન્ય અને મધ્યમવર્ગ ભાજપ સરકારમાં હેરાન-પરેશાન છે. ત્યારે સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા ૨૭ ઓગસ્ટના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાશે. બપોરે ૧૨-૦૦ કલાકથી સાંજના ૦૫-૦૦ કલાકે મહામહિમ રાજ્યપાલશ્રીને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો ભાજપ સરકારની નિષ્ફળતાઓ અને બિનલોકશાહી બાબતો અંગે આવેદનપત્ર આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો