રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ : 06-01-2020
રાજ્યમાં નવજાત શીશુના મોત અંગે રાજ્ય સરકાર સત્ય સ્વિકારીને પગલા ભરે તેવી માંગ સાથે રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતાં વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગતિશીલ અને પ્રગતિશીલ ગુજરાતમાં ભારતનું ભવિષ્ય ‘માં ની કૂખ’ માં મૂંઝવાઈ રહ્યું છે, ભાજપ સરકાર ઉત્સવો અને તાયફાઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે જે ગુજરાતના નાગરિકોના આરોગ્ય માટે વાપરવા જોઈએ, છેલ્લા 25 વર્ષમાં ભાજપ સરકાર આરોગ્ય સેવામાં વેપારની નીતિ સાથે આગળ વધી રહી છે. ગુજરાતમાં સરકારી દવાખાનાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ભાજપ સરકાર નિષ્ફળતા છુપાવવા માટે બાજુના રાજ્ય પર દોષારોપણ કરવાને બદલે કથળતી સરકારી આરોગ્ય સેવાઓની જવાબદારી સ્વીકારવી જોઈએ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો