રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે : અર્જુનભાઈ મોઢવાડીયા 11-07-2015
આજ રોજ અમદાવાદ જીલ્લાના ગુંદી ગામ ખાતે થયેલ વાલ્મીકી સમાજના વૃદ્ધની હત્યા બાદ તેમના પરિવારજનોને સાંત્વના આપવા માટે મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગાંધી વિચારધારાની સંસ્થામાં વર્ષોથી સેવા આપીને ગ્રામ્ય વિસ્તારમાં કામગીરી સંભાળતા વાલ્મીકી સમાજના વૃદ્ધની હત્યા થાય છતાં રાજ્ય સરકારનું પેટનું પાણી હલતું નથી. રાજ્ય સરકાર ગંભીર મામલો હોવા છતાં યોગ્ય પગલા ભરી રહી નથી. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં દલિતો પર અત્યાચાર વધી રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરવી જરૂરી છે. બનાવ બન્યાના દિવસો વીતી ગયા છતાં પોલીસતંત્ર દ્વારા વિશ્વાસ ઉભો થાય તેવા કોઈ પગલા લેવામાં આવ્યા હોય તેમ જણાતું નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note