રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા,… : 01-10-2015

રાજ્યમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ અસરકારક અને પ્રભાવશાળી દેખાવ કરે તે માટે ચુંટણીલક્ષી આયોજન અને સંગઠનમાં સંપૂર્ણપણે વધુમાં વધુ લોકોને જોડી શકાય, સંગઠન જનમાધ્યમ બને તેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ કોંગ્રેસ પક્ષની ચાર દિવસીય વિચાર-વિમર્શ બેઠક કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારીશ્રી ગુરુદાસ કામતજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી શંકરસિંહ વાઘેલા, સહપ્રભારીશ્રી સજ્જનસિંહ વર્માની ઉપસ્થિતિમાં રાજીવ ગાંધી ભવન ખાતે મળી હતી. જેમાં વિવિધ જિલ્લાઓના આમંત્રિત પદાધિકારીઓ, આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા અને સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પક્ષના સંગઠન અને આગમી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અંગે રણનીતિ ઘડવામાં આવી.

 પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note