રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા : 09-01-2020

રાજ્યમાં છેલ્લા ૭ દિવસમાં હત્યા, બળાત્કાર, લુંટ, એ.ટી.એમ. ઉપાડી જવા અને અમદાવાદમાં તો જ્વેલર્સ ઉપર ફાયરીંગ કરીને લુંટ, ફાયનાન્સ કંપનીઓમાં લાખો રૂપિયાની લુંટની ઘટના જે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિ અને માઝા મુકેલ ગુન્હાખોરીને ઉજાગર કરે છે ત્યારે ગૃહ વિભાગની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતાગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ૧૭૮ હત્યા એટલે કે દર બે મહિને ૧૫ હત્યા, ૯૩ ધાડ, ૬૭૪ લુંટ અને ૮૩૩ અપહરણની ઘટના બની છે એટલે કે દર મહિને ૪ ધાડ, ૨૮ લુટ, ૪૬ ઘરફોડ, ૩૫ અપહરણની ઘટના બની છે જે પોલીસ તંત્રની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note