રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ફી માં 300 ટકાથી 700 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો : 22-07-2015
દર વર્ષની જેમ જ પ્રવેશ પ્રક્રિયા સમયેજ ખાનગી કોલેજોના સંચાલકો માટે ઉંચા ફી ના ધોરણો જાહેર કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના હજારો વિદ્યાર્થીઓ-વાલીઓને મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખાનગી મેડીકલ કોલેજોમાં ફી કમીટી દ્વારા એક લાખથી સવા બે લાખ જેટલો ફી વધારો અનેક વિદ્યાર્થીને પ્રવેશથી દુર રહેવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાનો આક્રોશ વ્યક્ત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા દશ વર્ષમાં ખાનગી કોલેજો દ્વારા આડેધડ ફી વધારાની માંગ કરાય છે જેને ફી કમીટી વિદ્યાર્થી-વાલીઓની રજૂઆતો સાંભળ્યા વિના એક તરફી મંજૂર કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા દશ વર્ષમાં ફી માં 300 ટકાથી 700 ટકા જેટલો વધારો ઝીંકવામાં આવ્યો છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note