રાજ્યમાં ચાલતી પાક વીમા યોજનાના લાભથી ખેડૂતોને વંચિત રાખવાનું સરકારનું પદ્ધતિસરનું કાવતરૂ : 06-08-2015

કમોસમી વરસાદ ત્યારબાદ અતિવૃષ્ટિ-ભારે વરસાદને લીધે પાયમાલ થઈ ગયેલ ખેડૂતોને કોઈપણ રાહત રાજ્ય સરકારે આજદિન સુધી આપી નથી. ખેડૂતોના વાવેતરના નુકસાન સામે રક્ષણ આપતાં પાકવીમા યોજનાના લાભથી ડીજીટલ ઈન્ડિયા-ઓનલાઈન રજીસ્ટ્રેશનના નામે ખેડૂતોને વંચિત રાખવાનો કાર્યક્રમ હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને ધારાસભ્યશ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, શ્રી રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન હતા ત્યારે સમગ્ર દેશના ખેડૂતોને કુદરતી આપત્તિ જેવી કે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, રોગ-જીવાત અને આગથી થતા નુકસાન સામે રક્ષણ આપવા પાક-વીમા યોજના દાખલ કરવામાં આવી હતી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note