રાજ્યમાં કાયદો-વ્યવસ્થા કથળતા કોંગ્રેસના દરેક જિલ્લામાં આવેદનપત્રો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુલતવી રાખવાના સરકાર અને રાજ્ય ચૂંટણી પંચના નિર્ણય સામે આજે કોંગ્રેસે દરેક જિલ્લા મથકોેેએ ધરણા, સૂત્રોચ્ચાર અને કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આપ્યો હતો. અમદાવાદ ખાતે અમદાવાદ શહેર તથા અમદાવાદ જિલ્લાના કાર્યકરોએ કલેક્ટર કચેરી પાસે દેખાવો યોજ્યા હતા. શહેર પ્રમુખ ચેતન રાવલ તથા જિલ્લા પ્રમુખ ખોડાજી ઠાકોરની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ૨૩૦ તાલુકા પંચાયત અને ૩૧ જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેની મુદત પૂરી થતાં સમયસર ચૂંટણી થાય તે જોવાની જવાબદારી રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકારની છે. પરંતુ કાયદો અને વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિનો સ્વીકાર કરીને ગેરબંધારણીય રીતે સરકારે મતદારોના અધિકાર પર તરાપ મારી છે. વાસ્તવમાં ભ્રષ્ટાચારમાં ગળાડુબ તંત્ર અને તેના કારણે પરાજયનો ભય સરકારને સતાવતો હતો. લોકતંત્રને જીવંત રાખવા કોંગ્રેસે માંગણી કરી છે કે પ્રજાને તેના ચૂંટાયેલા પ્રતિનિધિ સમયસર મળવા જોઈએ.
http://www.sandesh.com/article.aspx?newsid=3143166